જાન્યુઆરી 15, 2026 7:51 પી એમ(PM)

printer

ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક

ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાશે. ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર પાંચ કલાક બંધ કર્યાના એક દિવસ પછી આ બેઠક થઈ રહી છે. આજે સવારે હવાઈ ક્ષેત્ર ફરી ખુલ્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ થઈ હતી. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અધિકારીઓ દ્વારા હિંસક કાર્યવાહી બાદ ઈરાનમાં તણાવ હજુ પણ યથાવત છે.
ઉલ્લેખનીય છે કે વિરોધીઓ સામેની કાર્યવાહીમાં હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપની ચેતવણી આપી હતી. દરમ્યાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે ફોન પર વાતચીત અને સંયમ રાખવાની અપીલ કરી હતી.