ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે.
ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થયો હતો. જોકે સરકારે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર આ ઘટના પર દુઃખ અને સંવેદના વ્યક્ત કરી અને આ મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને ખાસ પ્રતિનિધિ તરીકે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે જેથી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ શકે.
Site Admin | એપ્રિલ 27, 2025 1:46 પી એમ(PM)
ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત ૭૦૦થી વધુ લોકો ઘાયલ
