ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 22, 2025 7:51 એ એમ (AM)

printer

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને બધા વિમાન હવે ઈરાની હવાઈ ક્ષેત્રની બહાર છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, ઈરાને હવે યુદ્ધનો અંત કરવા સંમત થવું પડશે. ઈરાને આ હુમલાની પુષ્ટી કરી છે.દરમિયાન, ઇઝરાયલી દળોએ ગઈકાલે દક્ષિણપશ્ચિમ ઇરાનના બંદર અબ્બાસ શહેર પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાઓમાં માનવરહિત હવાઈ વાહન ડેપો અને શસ્ત્ર સુવિધાઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી. બંદર અબ્બાસ ઇરાનનું સૌથી મોટું વ્યાપારી શહેર છે અને ત્યાં મુખ્ય બંદર, નૌકાદળ મુખ્યાલય અને મહત્વપૂર્ણ તેલ માળખાકીય સુવિધાઓ આવેલી છે, જેના દ્વારા વિશ્વના 20 ટકા તેલનો વેપાર થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.