ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ વર્તમાન પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો સામે ચેતવણી આપતા કહ્યું છે કે આવી વાટાઘાટો ઈરાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેમાંથી કેટલાકની ભરપાઈ ન થઈ શકે તેવા હોઈ શકે છે.
ખામેનીએ અમેરિકાના વલણની ટીકા કરતા કહ્યું કે ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ અને યુરેનિયમ સંવર્ધનને રોકવાની માંગ કરીને, અમેરિકાએ વાટાઘાટોનું પરિણામ પૂર્વનિર્ધારિત કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ઈરાને જુલાઈ 2015 માં કેટલાંક દેશો સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પ્રતિબંધો હટાવવાના બદલામાં તેના પરમાણુ કાર્યક્રમના કેટલાક પાસાઓને નિયંત્રિત કરવા સંમતિ આપી હતી.
જો કે, મે 2018 માં, અમેરિકા આ કરારમાંથી ખસી ગયું અને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. જેના કારણે તેહરાનને કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 1:45 પી એમ(PM)
ઈરાનના અલી ખામેનીએ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ઈરાનને ભારે નુકસાન પહોંચાડનારી સાબિત થશે તેવી આશંકા વ્યક્ત કરી