ઈરાકે 3જી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી છે. ઇરાકના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ બાબતોના મંત્રી, ફુઆદ હુસૈને આજે ‘Empowering the Global South for a Sustainable Future’ થીમ હેઠળ યોજાયેલી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇરાક, ગ્લોબલ સાઉથનો અભિન્ન ભાગ છે અને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે સહિયારા કાર્યો કરવા પ્રતિબદ્ધતા ધરાવે છે. સમિટમાં શ્રી હુસૈને આબોહવા પરિવર્તન, ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે વિકસિત દેશો સાથે સામૂહિક પગલાંના મહત્વ પર પણ વાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:13 પી એમ(PM)
ઈરાકે 3જી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી
