ઇન્ડી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી આજે સવારે પોતાનું ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સપાના રામ ગોપાલ યાદવ અને અન્ય નેતાઓ તેમની સાથે હાજર રહ્યાં હતાં.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી સુદર્શન રેડ્ડીનો મુકાબલો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સાથે થશે. રાધાકૃષ્ણને ગુરુવારે એક દિવસ પહેલા જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ખાસ વાત એ છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટેના બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે.
આજે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 25 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે અને ચૂંટણી અને મતગણતરી 9 સપ્ટેમ્બરે થશે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:34 પી એમ(PM)
ઈન્ડિ ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી
