દિલ્હી ખાતે ૧૯થી ૨૨ નવેમ્બર દરમ્યાન યોજાયેલી ઈન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક રિજનલ ગેમ્સમાં મહેસાણાના દિવ્યાંગ ખેલાડી પ્રકાશ વાઘેલાએ બોલ ગેમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલમાં ભણતા પ્રકાશ વાઘેલાએ 12 દેશના ૧૩૫ માનસિક દિવ્યાંગ ખેલાડીને હરાવીને આ સિધ્ધિ હાંસલ કરી છે.
પ્રકાશ વાઘેલા અગાઉ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાં ભાગ લઇ ચુક્યા છે. તેઓ ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક મેળવી ચૂક્યા છે.
Site Admin | નવેમ્બર 25, 2024 3:33 પી એમ(PM)
ઈન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક રિજનલ ગેમ્સમાં મહેસાણાના દિવ્યાંગ ખેલાડી પ્રકાશ વાઘેલાએ બોલ ગેમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે