ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.ઇટાલીના લિગ્નાનો સબિયાડોરોમાં ગઈકાલે રાત્રે ફાઇનલમાં ભારતની દિવ્યાંશી ભૌમિક ત્રીજા સેટ બાદ 2-1થીઆગળ હતી.
જો કે, સિન્ડ્રેલાએ બાકીના બે સેટ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું.અગાઉ સેમિફાઇનલમાં સિન્ડ્રેલાએ અન્ય એક ભારતીય ખેલાડી હંસિની માથનને 3-2થી હાર આપી હતી. જ્યારે દિવ્યાંશીએ દેશની જ રિયાના ભુટાને 3-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
Site Admin | નવેમ્બર 10, 2024 8:51 એ એમ (AM) | વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ
ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.
