ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્ છે. યુદ્ધ રોકવા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયાસ છતાં બંને પક્ષ એક બીજા પર મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. આજે સવારે ઈરાને ઈઝરાયેલના એક તેલ શુદ્ધિકરણ પ્લાન્ટને નિશાન બનાવ્યો અને પાવર ગ્રીડના એક ભાગને નુકસાન પહોંચાડ્યું.
બીજી તરફ, ઈઝરાયેલની સેનાએ જણાવ્યું, તેમના લડાકૂ વિમાનોએ ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડની એક ગુપ્ત શાખા કુદ્સ ફૉર્સથી સંબંધિત કમાન્ડ કેન્દ્ર પર હુમલો કર્યો. જેમજેમ હુમલા તીવ્ર બની રહ્યા છે તેમતેમ ઈરાન અને ઈઝરાયેલમાં જાનહાનીની સંખ્યા પણ વધી રહી છે.
ઈઝરાયેલની રાષ્ટ્રીય કટોકટી સેવા મૅગન ડૅવિડ ઍડોમે જણાવ્યું, ઈરાનના હુમલામાં આજે સવારે પેટાહ ટિકવા શહેરમાં ત્રણ લોકો અને બની બ્રેક શહેરમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ ઈઝરાયેલમાં ઈરાનના હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 20 થઈ છે. જ્યારે 380 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધી ઈરાનના ઓછામાં ઓછા 224 લોકોના મોત થયા છે અને એક હજાર 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Site Admin | જૂન 16, 2025 4:20 પી એમ(PM)
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્.