ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યા છે. ઈરાની પ્રક્ષેપાસ્ત્રોએ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે, જ્યારે ઈઝરાયેલી દળોએ ગઈકાલે તેહરાનમાં લશ્કરી મથકો પર એક સાથે નવા હુમલા કર્યા હતા. આ નાટકીય અથડામણે મધ્ય પૂર્વમાં ભારે અશાંતિ પેદા કરી છે અને સમગ્ર પ્રદેશ જોખમી સ્થિતિમાં મૂકાઈ ગયો છે.દરમિયાન, અમેરિકા અને ઈરાન વચ્ચે આજે મસ્કતમાં યોજાનારી છઠ્ઠા તબક્કાની પરમાણુ વાટાઘાટો રદ કરવામાં આવી છે. મધ્યસ્થી તરીકે કામ કરી રહેલ ઓમાને ઈરાન સામે ઇઝરાયેલના વ્યાપક હવાઈ હુમલા બાદ મંત્રણા રદ કરવાની જાહેરાત કરી હતી.
Site Admin | જૂન 15, 2025 9:31 એ એમ (AM)
ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યાઃ અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યોજાનાર પરમાણુ વાટાઘાટો રદ