ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 23, 2025 7:53 પી એમ(PM)

printer

ઈઝરાયેલી સેનાએ મધ્ય અને દક્ષિણ ભાગમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કર્યા

ઈઝરાયેલની સેનાએ ઈરાનથી મિસાઈલ હુમલાના જોખમને જોતા મધ્ય અને દક્ષિણ ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કરી દીધા છે. ઈરાનના પરમાણુ સ્થળ પર અમેરિકાના હવાઈ હુમલા બાદ પશ્ચિમ ઍશિયામાં વધતા તણાવ વચ્ચે આ નિર્ણય કરાયો છે.
ગત 10 દિવસમાં મધ્ય ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે, જેમાં ઉત્તર બંદર શહેર હાઈફા પર પણ વારંવાર હુમલો કરાયો છે. બંને દેશ વચ્ચે ચાલતા સંઘર્ષે વ્યાપક ક્ષેત્રિય યુદ્ધની આશંકાની ઘણી હદે વધારી દીધા છે, જેનાથી નવી રીતે રાજદ્વારી પ્રયાસ શરૂ થઈ ગયા છે. જોખમને ઘટાડવા મૉસ્કૉમાં કથિત રીતે ઉચ્ચ-સ્તરનો સંવાદ ચાલી રહ્યો છે.
દરમિયાન ચીને બંને દેશને દુશ્મનાવટ ઘટાડવા આહ્વાન કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું, ચીની પક્ષ સંઘર્ષમાં સામેલ પક્ષોને સ્થિતિને વણસતા રોકવા, યુદ્ધને ફેલાવવાથી બચવા અને રાજકીય સમાધાનના માર્ગે પરત ફરવા આગ્રહ કર્યો છે.
સ્પેનના વિદેશ મંત્રીએ યુરોપીયન સંઘથી ઈઝરાયેલ સાથે એક મહત્વના સહકાર સમજૂતીને રદ કરી. તેમજ હથિયારો પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરવાની યોજનાની જાહેરાત પણ કરી. તેમાં કહેવાયું છે કે, વધતી હિંસાના જવાબમાં યુરોપે સાહસ બતાવવું જોઈએ.