ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 2, 2024 11:09 એ એમ (AM)

printer

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઈઝરાયેલના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. કટોકટીના સમયે નાગરિકો ફોન નંબર +972-547520711 અને ઇમેઇલ આઈડી cons1.telaviv@mea gov.in પર દૂતવાસનો સંપર્ક કરી શકશે .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.