ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 13, 2025 7:59 પી એમ(PM) | ઈઝરાયેલ

printer

ઈઝરાયેલની સેનાએ આજે ઈરાનના અનેક સ્થળ પર હુમલો કરતા અંદાજે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલની સેનાએ આજે સવારે ઈરાનના અનેક સ્થળ પર હુમલા કર્યા. દરમિયાન ઈઝરાયેલા મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી. ઈરાનની તસ્નીમ સરકારી સમાચાર સંસ્થા મુજબ, રહેણાક વિસ્તારો પર પણ હુમલો કરાયો છે. તેમાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી સૈન્ય અભિયાન ચાલુ રહેશે. તેના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ-એ ઈઝરાયેલને કડક સજાઆપવાની ચેતવણી આપી. ઈઝરાયેલની સેનાએ કહ્યું, ઈરાને તેમના ક્ષેત્ર તરફ અંદાજે 100 ડ્રૉન છોડ્યા, જેમાંથી અનેક ડ્રૉનને રોકવામાં આવ્યા.દરમિયાન વૈશ્વિક નેતાઓએ પશ્ચિમ ઍશિયામાં બગડતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. ભારતે બંને પક્ષને ધીરજ રાખવા આહ્વાન કર્યું છેઅને રાજદ્વારી માધ્યમથી આ મુદ્દાઓના સમાધાન કરવાના મહત્વ પર ભાર મૂક્યો. વિદેશમંત્રાલયે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા નિવેદનપણ જાહેર કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.