ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આજે આઠમા દિવસે પણ મિસાઈલ હુમલા ચાલુ રહ્યા. દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી આજે જીનીવામાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ યુરોપિયન દેશોના મંત્રીમંડળ પહેલા જીનીવામાં જર્મનીના કાયમી દૂતાવાસમાં યુરોપિયન સંઘના ટોચના રાજદ્વારી કાજા કલ્લાસ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ ઈરાનના વિદેશમંત્રી સાથે પરમાણુ વાટાઘાટો કરશે.
બંને દેશો વચ્ચે ચાલી રહેલી લડાઈમાં, ઈરાને આજે સવારે ઈઝરાયલના દક્ષિણ શહેર બીરશેબા પર મિસાઈલોથી હુમલો કર્યો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા,અને મોટું નુકસાન થયાના અહેવાલ છે.
ઈઝરાયલી વાયુસેનાના જણાવ્યા મુજબ તેણે પશ્ચિમ અને મધ્ય ઈરાનમાં લશ્કરી સુવિધાઓ પર હુમલો કર્યો. તેના ફાઇટર જેટ્સે ઈરાનના તિબેરિયાસ અને કિરમાનશાહ વિસ્તારોમાં મિસાઈલ સ્ટોરેજ અને લોન્ચ સુવિધાઓનો નાશ કર્યો હતો.
Site Admin | જૂન 20, 2025 8:15 પી એમ(PM)
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આજે આઠમા દિવસે પણ મિસાઈલ હુમલા ચાલુ રહ્યા.