ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM) | easter sunday attack | Shrilanka | shrilanka news

printer

ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરાશે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે, કે ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરવામાં આવશે. 2019ના નેગોમ્બોમાં ઈસ્ટર હુમલાના પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તોને ન્યાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસ કોઈપણ પૂર્વગ્રહ વગર થવી જોઈએ. શ્રી દિસાનાયકેએ સવારે ચર્ચની મુલાકાત લીધી અને પીડિતોના માનમાં સ્થાપિત સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલ 2019 ના રોજ, ઇસ્ટર સન્ડે હુમલામાં 274 લોકોના મોત થાયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના શ્રીલંકાના ઈતિહાસની સૌથી દુ:ખદ દુર્ઘટનાઓમાંની એક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.