ડિસેમ્બર 23, 2025 8:01 પી એમ(PM)

printer

ઇસરો આવતીકાલે સવારે ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી LVM -3 M-6 મિશન હેઠળ બ્લૂબર્ડ બ્લૉક – 2 સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો આવતીકાલે સવારે ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ – N.S.I.L.ના માધ્યમથી LVM -3 M-6 મિશન હેઠળ બ્લૂબર્ડ બ્લૉક – 2 સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. શ્રીહરિકોટામાં સતીષ ધવન અવકાશ કેન્દ્રના બીજા પ્રક્ષેપણ પૅડથી તેનું પ્રક્ષેપણ કરાશે.
આ મિશનમાં ભારતના સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ યાન, L.V.M. 3નો ઉપયોગ કરાશે. તે LVC-3-ની સક્રિય ઉડાન હશે. આ મિશન વિશ્વસનીય અને વાજબી આર્થિક અવકાશ પ્રક્ષેપણોમાં દેશને વધુ મજબૂત બનાવશે. અમેરિકાના A.S.T. સ્પૅસમૉબાઈલે તૈયાર કરેલા બ્લૂબર્ડ બ્લૉક – 2 ઉપગ્રહને અવકાશથી સીધા મૉબાઈલ બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાના ઉદ્દેશથી ડિઝાઈન કરાયો છે. આ ઉપગ્રહ સ્માર્ટફૉન પર ચોથી પેઢી – 4-G અને પાંચમી પેઢી – 5-Gની સેવાઓને સપૉર્ટ કરશે. તેમજ આંતરિયાળ અને ઓછી સુવિધા ધરાવતા ક્ષેત્રોમાં તે વિશેષ ઉપયોગી બનશે.
આ મિશન સાર્વજનિક કનેક્ટિવિટીને વધુ સારી બનાવવા, કટોકટી સ્થિતિ દરમિયાન સંચારમાં મદદ કરવા અને અવકાશ આધારિત ટૅક્નોલૉજીના માધ્યમથી વૈશ્વિક ડિજિટલ પહોંચને વધારવામાં સહકાર આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.