ઇસરો આજે PSLV-C62 EOS-N1 મિશનનું પ્રક્ષેપણ કરશે. આજે સવારે 10:17 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ આ મિશન લોન્ચ કરાશે. સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત આ મિશન ભારતના સૌથી વિશ્વસનીય અને સફળ લોન્ચ વાહન, PSLVની 64મી ઉડાન હશે.પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા માટે આ નવમું વ્યાપારી મિશન છે. આ સાથે આ રોકેટ 15 અન્ય ભારતીય અને વિદેશી ઉપગ્રહોને પણ લઈ જશે.DRDO દ્વારા વિકસીત EOS-N1 ઉપગ્રહ અત્યાધુનિક ઇમેજીંગ ક્ષમતા પ્રદાન કરશે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 9:39 એ એમ (AM)
ઇસરો આજે શ્રી હરિકોટાથી DRDOના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1નું પ્રક્ષેપણ કરશે