ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે. બેંગ્લોરમાં આજે પત્રકારો સાથે વાત કરતા ડૉક્ટર નારાયણને કહ્યું, ક્રૂ મૉડ્યુલ, એસ્કેપ સિસ્ટમ, પેરાશૂટ મૉડ્યૂલ, સંચાર પ્રણાલિઓ અને અન્ય ઉપ-પ્રણાલિઓના પરીક્ષણ સફળ રહ્યા છે.
વ્યોમમિત્ર, માનવરહિત ગગનયાન મિશન હેઠળ ડિસેમ્બરમાં પૃથ્વીની નીચેની કક્ષામાં ઉડાન ભરશે. ગગનયાનનું અંતિમ માનવયુક્ત મિશન વર્ષ 2027માં પ્રસ્તાવિત છે. તેમાં ત્રણ ભારતીય અવકાશયાત્રી બાહ્ય અવકાશની યાત્રા કરશે અને તેમને પરત લવાશે.
નિસાર અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ અંગે માહિતી આપતા તેમણે કહ્યું, પેલોડ આગામી 10થી 15 દિવસમાં શરૂ થશે. ભારતીય અવકાશ મથક અંગે તેમણે કહ્યું, પહેલો બેઝ મૉડ્યુલ વર્ષ 2028 સુધી લૉન્ચ કરાશે. ઇસરો વર્ષ 2035 સુધી અવકાશ મથકને સાકાર કરવા અંગે પણ કામ કરી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM)
ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ