ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2025 7:35 પી એમ(PM)

printer

ઇસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટનું પરીક્ષણ કર્યું.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISRO એ ગગનયાન મિશન માટે પેરાશૂટ પર આધારિત પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ-IADT-01 નું પરીક્ષણ કર્યું. આ મહત્વપૂર્ણ કવાયત પેરાશૂટ દ્વારા અવકાશયાત્રીઓના સફળ ઉતરાણ સાથે સંબંધિત છે.
આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષકના સંયુક્ત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણમાં, એક સંપૂર્ણ પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અવકાશયાત્રીને પુનઃ પ્રવેશ અને પાણીમાં ઉતરાણ દરમિયાન ધીમી ગતિ અને સ્થિર સ્થિતિમાં નીચે ઉતારતો હતો.
આ ઉપરાંત, ISRO અન્ય પરીક્ષણો માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેમનો ઉદ્દેશ્ય ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશયાનના ઉડાન માટે માર્ગ મોકળો કરવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.