ઓક્ટોબર 2, 2025 6:51 પી એમ(PM)

printer

ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે : કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી વૈષ્ણવે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારને એક લાખ ૧૫ હજાર ૩૫૧ કરોડ રૂપિયાની રોકાણ અરજીઓ મળી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ૫૯ હજાર ૩૫૦ કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્યાંક સામે, એક લાખ ૧૫ હજારથી વધુની અરજીઓ મળી છે. આ ઉપરાંત, ૪ લાખ ૫૬ હજાર ૫૦૦ કરોડ રૂપિયાના ઉત્પાદન લક્ષ્યાંક સામે, ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદન અંદાજ પ્રાપ્ત થયા છે. આ યોજના ૯૧ હજાર ૬૦૦ ના લક્ષ્યાંક કરતાં ૧ લાખ ૪૧ હજાર સીધી નોકરીઓ અને અનેક ગણી પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાનો અંદાજ છે, જે મોટા પાયે રોજગારી ઉભી કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.