ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

printer

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાન દ્વારા વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા અંગે ચેતવણી જારી કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ચેતવણી જારી કરતાં જણાવ્યું કે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાનનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા માટે થઈ રહ્યો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારો કોઈપણ ચકાસણી વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને વોટ્સએપના ડિવાઇસ-લિંકિંગ ફીચર દ્વારા એકાઉન્ટ્સ હેક કરી રહ્યા છે. આ કૌભાંડ સામાન્ય રીતે ત્યારે શરૂ થાય છે જ્યારે તમને કોઈ જાણીતા નંબર પરથી ફોટો અને તે જોવાનું કહેતો સંદેશ મળે છે. આ સંદેશમાં ફેસબુક જેવા પૂર્વાવલોકન સાથેની લિંક હોય છે અને ફોન નંબરને લગતી ચકાસણી પ્રક્રિયા તરફ દોરી જાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ પદ્ધતિ સાયબર ગુનેગારોને પાસવર્ડ અથવા સિમ સ્વેપની જરૂર વગર પીડિતના વોટ્સએપ એકાઉન્ટની સંપૂર્ણ ઍક્સેસ આપે છે. મંત્રાલયે લોકોને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવાની અને બાહ્ય સાઇટ્સ પર ક્યારેય તેમનો ફોન નંબર દાખલ ન કરવાની સલાહ આપી છે.