ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત ગઇકાલે કરી હતી. બીજા તબક્કા હેઠળ, સાત હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે 17 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રસંગે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓના પ્રતિનિધિઓને મંજૂરી પત્ર સોંપ્યો. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ 17 પ્રોજેક્ટ્સ 60 હજાર કરોડ રૂપિયાના ઉત્પાદન અને 11,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
Site Admin | નવેમ્બર 18, 2025 8:58 એ એમ (AM)
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરી