ભારતીય ચૂંટણી પંચ(ECI)એ ગોવા, લક્ષદ્વીપ,રાજસ્થાન,પુડુચેરી અનેપશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR)માટેનું સમયપત્રક19 જાન્યુઆરી સુધી લંબાવ્યું છે. આ સાથે,મતદારો આ મહિનાની19 તારીખ સુધી દાવા અને વાંધા દાખલ કરી શકે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) ને લખેલા પત્રમાં,ચૂંટણી પંચેજણાવ્યું હતું કે સંબંધિત CEOs ની વિનંતીઓ અનેઅન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં લીધા બાદ આ સુધારેલા સમયપત્રકનો નિર્ણય લેવામાંઆવ્યો છે. કમિશને ચૂંટણી અધિકારીઓનેદાવા અને વાંધા દાખલ કરવાની અવધિમાં વધારો કરવા અંગે વ્યાપક પ્રચાર સુનિશ્ચિત કરવાપણ નિર્દેશ આપ્યો છે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 9:07 એ એમ (AM)
ઇલકેશન કમિશને ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં SIR યાદી સુધારણા 19 જાન્યુઆરી સુધી લંબાવી