અમેરિકાના ઇરાન પરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જોખમી ગણાવ્યો. તેમણે ચેતવણી આપી કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ટૂંક સમયમાં બેકાબૂ જઈ શકે છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી ગુટેરેસે તેને આંતર-રાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યો. તેમણે સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમ હેઠળ જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. આ સંઘર્ષના રાજદ્વારી ઉકેલની વિનંતિ કરી.
જ્યારે ઇરાન પરના અમેરિકી હુમલા બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા છે. તેમણે ટ્રમ્પના નિર્ણયની પ્રશંસા કરતો એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, આ હુમલો ઇતિહાસ બદલી નાખશે. શ્રી નેતન્યાહૂએ કહ્યું, ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ ઇઝરાયલે ઉત્તમ કાર્ય કર્યું છે.
Site Admin | જૂન 22, 2025 1:22 પી એમ(PM)
ઇરાન ઉપર થયેલા હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે વૈશ્વિક શાંતિ માટે જોખમી ગણાવ્યો