ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરની બહાર જવાની સલાહ આપવામાં આવી છે.
કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ પરથી ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવા રાજદૂત ભવન ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહે છે.
Site Admin | જૂન 17, 2025 1:26 પી એમ(PM)
ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.