પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પીટીઆઈએ આજે ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને રાવલપિંડીની અદિયાલા જેલ બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પક્ષના નેતાઓ અને તેમના પરિવાર માટે પણ સંપર્ક વિહોણા રહ્યા છે.
સરકારે સભા સરઘસ બંધી ફરમાવી છે.જેના કારણે ખાનની સ્થિતિ અંગે ચિંતા વધી ગઈ છે. ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને તેમના મૃત્યુ અંગેની અફવાઓ ફેલાતી રહેતી હોવાથી અધિકારીઓએ ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં કલમ 144 લાગુ કરી છે.
પીટીઆઈ નેતા અસદ કૈસરે જણાવ્યું હતું કે બંને ગૃહોના વિપક્ષી ધારાસભ્યો અદિયાલા જેલ તરફ કૂચ કરતા પહેલા હાઇકોર્ટની બહાર ભેગા થશે. અદિયાલા જેલના અધિકારીઓએ બધી અફવાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેમને જેલમાંથી ખસેડવામાં આવ્યા નથી.
તેમણે કહ્યું કે તેમની તબિયત સારી છે અને તેમને સંપૂર્ણ તબીબી સારવાર મળી રહી છે. જેલ અધિકારીઓએ સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓને પાયાવિહોણી ગણાવી.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:20 પી એમ(PM)
ઇમરાન ખાન અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન.