જૂન 6, 2025 8:09 એ એમ (AM)

printer

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.
આજે ભારતીય જોડી, મલેશિયન જોડી મેન વેઈ ચોંગ અને ટી કાઈ વુન સામે ટકરાશે. અગાઉ, ભારતીય જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં રાસમસ કજાર અને ફ્રેડરિક સોગાર્ડની ડેનિશ જોડીને 2-1થી હરાવી હતી.
મહિલા સિંગલ્સમાં, સ્ટાર ભારતીય શટલર પી.વી. સિંધુને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં થાઈ શટલર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની અન્ય એક ભારતીય જોડી મહિલા ડબલ્સના રાઉન્ડ ઓફ 16 મુકાબલામાં જાપાની જોડી સામે હારી ગઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.