ઇન્ડોનેશિયામાં ચક્રવાત વાવાઝોડાના કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા 442 સુધી પહોંચી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે જણાવ્યું, ઉત્તર સુમાત્રા, પશ્ચિમ સુમાત્રા અને આચે પ્રાન્તમાં 402 લોકો હજી પણ ગુમ છે. મોટા ભાગનો વિનાશ સુમાત્રા ટાપુમાં થયો છે.
મધ્ય તપનૌલી અને સિબોલ્ગામાં ટ્રાફિક ખોરવાયો છે. રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ આજે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને પીડિતો સાથે મુલાકાત કરી. ગયા સપ્તાહે ઇન્ડોનૅશિયામાં આવેલા ચક્રવાત વાવાઝોડા સેન્યારના કારણે વિનાશક ભારે ભૂસ્ખલન થયું. તેમાં હજારો લોકોના ઘર પાણીમાં વહી ગયા અને કેટલીક ઈમારત પાણીમાં ડૂબી ગઈ છે. ભારે વરસાદ અને વાવાઝોડાએ થાઈલૅન્ડ, મલેશિયા, ફિલીપાઈન્સ અને શ્રીલંકાના કેટલાક ભાગને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે..
Site Admin | ડિસેમ્બર 1, 2025 2:19 પી એમ(PM)
ઇન્ડોનેશિયામાં વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 442 થયો.