ડિસેમ્બર 30, 2024 2:31 પી એમ(PM) | ફૂટબૉલ

printer

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ISL રેન્કિંગમાં મુંબઈ સિટી પોતાની 12 મેચની મદદથી 20 પૉઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે 12 મેચમાં 18 પૉઈન્ટ મેળવીને નૉર્થઇસ્ટ યુનાઈટેડ છઠ્ઠા ક્રમાંક પર છે. આ પહેલા ગઈકાલે જમશેદપુર FCએ કેરળ બ્લાસ્ટર્સ FCને જમશેદપુરમાં એક શૂન્યથી હરાવી દીધું હતું.