ડિસેમ્બર 11, 2025 7:38 પી એમ(PM)

printer

ઇન્ડિગો 3 થી 5 ડિસેમ્બરે ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપથી પ્રભાવિત મુસાફરોને 10 હજાર રૂપિયાનું વળતર આપશે.

ઇન્ડિગો એરલાઇન્સે 3, 4 અને 5 ડિસેમ્બરે ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપથી પ્રભાવિત મુસાફરોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે આ વળતર ટ્રાવેલ વાઉચરના રૂપમાં આપવામાં આવશે જેનો ઉપયોગ આગામી 12 મહિનાની અંદર ઇન્ડિગોની કોઈપણ મુસાફરી માટે થઈ શકે છે. સરકારી માર્ગદર્શિકા હેઠળ ફરજિયાત વળતર ઉપરાંત, ઇન્ડિગો જેમની ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ કરવામાં આવી હતી, તેવા મુસાફરોને 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીનું વળતર પણ આપશે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આજે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી – સીઇઓ પીટર એલ્બર્સને સમન્સ પાઠવ્યા છે. વ્યાપક ફ્લાઇટ રદ અને વિલંબને કારણે શ્રી એલ્બર્સને ડિરેક્ટોરેટ જનરલ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલે ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં એક ખાસ દેખરેખ ટીમની રચના કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.