ડિસેમ્બર 10, 2025 8:39 એ એમ (AM)

printer

ઇન્ડિગોને ઉડ્ડયનોમાં 10 ટકાનો ઘટાડો કરવાનો સરકારનો નિર્દેશ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, DGCAએ ઇન્ડિગોને તેના શિયાળાના ફ્લાઇટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.એક નોટિસમાં જણાવાયું છે કે ઇન્ડિગોને આ વર્ષે નવેમ્બરમાં 64 હજાર 346 ફ્લાઇટ્સ ચલાવવાની પરવાનગી હતી પરંતુ તેણે ફક્ત 59 હજાર 438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું અને 951 ફ્લાઇટ્સ રદ કરી છે. છ ટકાના વધારા સાથે 403 ફ્લાઇટ્સની મંજૂરી હોવા છતાં, ઇન્ડિગોએ નવેમ્બરમાં ફક્ત 344 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. DGCAએ ઇન્ડિગોને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સુધારેલ સમયપત્રક રજૂ કરવા જણાવ્યું છે.