ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન-FIFA એ જાહેરાત કરી.

ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન-FIFA એ જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયા 2034નાં પુરુષોનાં ફુટબોલ વિશ્વકપની યજમાની કરશે, જ્યારે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કો સંયુક્ત રીતે 2030ની ટૂર્નામેન્ટની યજમાની કરશે.
ગઈકાલે ફિફાની અસાધારણ બેઠકમાં બંને વિશ્વકપ માટે યજમાન રાષ્ટ્રોની પુષ્ટિ કરવામાં આવી હતી. વીડિયો લિંક દ્વારા આયોજિત આ બેઠકમાં FIFAના તમામ 211 સભ્ય દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
વિશ્વકપની 100મી વર્ષગાંઠ નિમિત્તે, 2030ની ટુર્નામેન્ટમાં ત્રણ મેચ આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વેમાં પણ યોજાશે. સાઉદી અરેબિયા પ્રથમ વાર ફુટબોલ વિશ્વકપનું આયોજન કરશે. મધ્યપૂર્વમાં તે બીજી વાર યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ