ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 7:08 પી એમ(PM) | તહેવાર

printer

ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.

ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે. રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે ગઇકાલે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાઓના પ્રમાણે રાજ્યભરમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવાઇ રહી છે. તેમજ તમામ સમાજના અગ્રણીઓ સાથે રાખીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાયે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
ડીજીપીએ ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધો છે. સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવી રહી છે. ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ