ડિસેમ્બર 17, 2025 8:50 એ એમ (AM)

printer

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ કસ્ટમ બાબતોમાં વહીવટી સહાય, ઇથોપિયાના દૂતાવાસમાં ડેટા સેન્ટરની સ્થાપના અને યુએન શાંતિ જાળવણીમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.આ સમજૂતી કરારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીએ શહેરના વિજ્ઞાન સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. આ સંગ્રહાલય વિજ્ઞાન અને નવીનતાના વિવિધ પાસાઓ અને ઇથોપિયાની પ્રગતિ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દર્શાવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ઇથોપિયન સમકક્ષ ડૉ. અબીય અહેમદ અલી દ્વારા ઇથોપિયાનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા’ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને રાષ્ટ્રો વચ્ચેના ઉષ્માસભર સંબંધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતા આ આફ્રિકન દેશની બે દિવસીય મુલાકાતે છે. આયોજિત એક ખાસ સમારંભમાં પ્રધાનમંત્રી મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.