જુલાઇ 19, 2025 1:43 પી એમ(PM)

printer

ઇડીએ ઓનલાઇન સટ્ટાબાજી એપના કેસમાં ગુગલ અને મેટાને નોટિસ ફટકારી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇડીએ ઓનલાઈન સટ્ટાબાજી એપના કેસમાં ટેક કંપનીઓ ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને સોમવારે તેના દિલ્હી મુખ્યાલય સમક્ષ હાજર થવા માટે બોલાવ્યા છે. એજન્સી આ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સના વધુ પ્રચાર માટે ડિજિટલ પ્લેટફોર્મ્સની ભૂમિકાની તપાસ કરી રહી છે.