ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 16, 2025 6:39 પી એમ(PM)

printer

ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો વધારો

ઇઝરાયેલ-ઇરાન વચ્ચે વધતી તંગદિલી છતાં રોકાણકારોએ લાંબા ગાળાનાં મૂડીપાયા પર ધ્યાન કેન્દ્રીત કરતાં ભારતીય શેરબજારમાં આજે ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે એક ટકાનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 677 પોઇન્ટ વધીને 81 હજાર 796 અને નિફ્ટી 228 પોઇન્ટ વધીને 24 હજાર 946 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100, નિફ્ટી સ્મોલકેપ 100 પણ એક ટકા વધ્યા હતા.
તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.57 ટકા, રિયલ્ટી 1.32 ટકા, ઓઇલ એન્ડ ગેસ 1.11 ટકા વધ્યા હતા.