ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2024 3:02 પી એમ(PM)

printer

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો છે. ઇઝરાયેલી સેનાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘તાજેતરના દિવસોમાં ઇરાન સમર્થક હૂતિ ઉગ્રવાદીઓના મિસાઈલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હૂતિ ઉગ્રવાદીઓએ ગત 2 દિવસમાં ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા છે.’
ઇઝરાયેલી સલામતી દળોએ એ વાત પર ભાર આપ્યો કે, તેઓ પોતાના નાગરિકો સામેના દરેક પ્રકારના જોખમને પહોંચી વળવાની કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. ઇઝરાયેલે હૂતિઓ પર પ્રાદેશિક સ્થિરતાને અવગણવાનો આરોપ લગાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.