જૂન 13, 2025 3:41 પી એમ(PM)

printer

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો

ઇઝરાયેલે ઇરાન પર કરેલા હૂમલાને પગલે એશિયામાં ભૂરાજકીય તંગદિલીને પગલે સ્થાનિક શેરબજાર સહિત સમગ્ર એશિયન શેરબજારોમાં નોંધપાત્ર કડાકો નોંધાયો છે.
મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં ઘટાડા સાથે ખુલ્યો. છેલ્લાં અહેવાલ પ્રમાણે સેન્સેક્સ અંદાજે 650 પોઇન્ટનાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સ-એનએસઇનો નિફ્ટી અંદાજે 200 પોઇન્ટ ઘટ્યો છે.