નવેમ્બર 1, 2024 2:17 પી એમ(PM)

printer

ઇઝરાયેલમાં હિઝબુલ્લાએ કરેલા બે અલગ-અલગ રોકેટ હુમલામાં અંદાજે સાત લોકોના મોત..

ઇઝરાયેલમાં હિઝબુલ્લાએ કરેલા બે અલગ-અલગ રોકેટ હુમલામાં અંદાજે સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલી મીડિયાએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ઉત્તર ઇઝરાયેલના મેટુલામાં ખેતરોમાં થયેલા રોકેટ હુમલામાં ચાર કામદારો અને એક ઇઝરાયેલી ખેડૂતનું મૃત્યુ થયું હતું. જ્યારે ઇઝરાયેલના બંદર શહેર હાઇફાના ઉપનગરમાં લગભગ 25 રોકેટના બીજા હુમલામાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જોકે, હિઝબુલ્લાએ આ હુમલાની જવાબદારી તાત્કાલિક સ્વીકારી નહોતી, પરંતુ ઇઝરાયેલની સેનાના જણાવ્યા પ્રમાણે લેબનોનમાંથી 90 રોકેટ છોડવામાં આવ્યા હતા