ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છોડીને ભાગી રહ્યા છે.

દરમિયાન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ગાઝામાં ઉપયોગ માટે ઈઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો અટકાવવાની હાકલ કરી હતી. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

મેક્રોને લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં સૈનિકો મોકલવાના નેતન્યાહુના નિર્ણયની પણ ટીકા કરી હતી. આ દરમિયાન, ગાઝામાં યુદ્ધને એક વર્ષ થતાં વિશ્વના અનેક દેશોમાં રેલીઓ યોજાઈ હતી.