ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાયેલા ડઝનેક લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આમાં શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, ફાયરિંગની જગ્યાઓ, આતંકવાદી સેલ અને ઇઝરાયલ સામે હુમલા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી આશરે 6 કિલોમીટર ભૂગર્ભ ટનલનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:27 એ એમ (AM)
ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી
