માર્ચ 6, 2025 9:41 એ એમ (AM)

printer

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે ચેતવણી આપી કે, ઇઝરાયલનો તમામ મોર્ચે સંઘર્ષ યથાવત રહેશે અને તેમણે તેના દુશ્મનો પર આક્રમક રીતે પ્રહાર કરવાની ઇચ્છા જાહેર કરી હતી.ગત 16 ફેબ્રુઆરીના રોજ સરકારે તેમની નિમણૂંકને મંજૂરી આપ્યા બાદ તેલ અવીવના કિર્યા લશ્કરી મથક ખાતે કમાન્ડ પરિવર્તન સમારોહ દરમિયાન 59 વર્ષીય ઝમીરે તેમની નવી ભૂમિકા સંભાળી હતી. તેમણે હર્ઝી હાલેવીનું સ્થાન લીધું હતું, હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધ વિરામ પર સંકટના વાદળો છવાયા છે તેવા સમયે જ ઝમીરે પદભાર સંભાળ્યો છે.