જાન્યુઆરી 31, 2025 9:01 એ એમ (AM) | ઇઝરાયલ અને હમાસ

printer

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના આગામી તબક્કાના ભાગ રૂપે, ઇઝરાયલે 110 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના આગામી તબક્કાના ભાગ રૂપે, ઇઝરાયલે 110 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. બંધકો સોંપવાના સ્થળે ભીડ ઉમટી પડતાં શરૂઆતમાં પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે, ગાઝા અને પશ્ચિમ કાંઠે આ મુક્તિની ઉજવણી મોટા પાયે કરવામાં આવી હતી.
અગાઉ, ગાઝામાંથી 3 ઇઝરાયલી અને 5 થાઈ નાગરિકો સહિત 8 બંધકોને 15 મહિનાની કેદ પછી મુક્ત કરવામાં આવ્યા હતા.