ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ થઈ છે. કતાર અને અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે દોહામાં વાટાઘાટો શરૂ થઈ હતી. હમાસે 60 દિવસના યુદ્ધવિરામ અને ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં નવ બંધકોને મુક્ત કરવા સંમતિ આપી છે.
ઇઝરાયલે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કતારમાં વાટાઘાટો પહેલાં ગાઝામાંથી સૈનિકો પાછા નહીં ખેંચે અને યુદ્ધનો અંત લાવવાનું વચન પણ આપશે નહીં તેમ કહ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યા પ્રમાણે હમાસને ખતમ કરવાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નવી લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વિસ્થાપિત નાગરિકો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Site Admin | મે 18, 2025 2:06 પી એમ(PM)
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ.
