જૂન 16, 2025 7:52 એ એમ (AM)

printer

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો

સપ્તાહના અંતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં વધારો થયા બાદ એશિયાઈ વેપારમાં વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારો થયો હતો. વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાંથી તેલ નિકાસને વ્યાપકપણે અસર થઇ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.3 ટકા વધીને 75 ડોલર અને 93 સેન્ટ પ્રતિ બેરલ થયા હતા જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 2.2 ટકા વધીને 74 ડોલર અને 60 સેન્ટ પ્રતિ બેરલ થયા હતા. શુક્રવારે સાત ટકાના વધારા ઉપરાંત આ વધારો થયો હતો.