ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2025 8:18 એ એમ (AM)

printer

ઇઝરાયલે ગાઝા શહેરને કબજે કરવા આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા

ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે સૈનિકો પહેલાથી જ બહારના વિસ્તારોમાં, ખાસ કરીને ઝેઇટોન અને જબાલિયા વિસ્તારોમાં તહેનાત છે.ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ગઈકાલે આ યોજનાને મંજૂરી આપી હતી, જેની સમીક્ષા આ અઠવાડિયાના અંતમાં ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળ દ્વારા કરાશે. ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કામગીરીને ટેકો આપવા માટે, ઇઝરાયલ 60 હજાર અનામત સૈનિકોને બોલાવી રહ્યું છે.