ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળ હમાસને હરાવવા, તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે.શ્રી કાત્ઝે શુક્રવારે કહ્યું હતું કે જો હમાસ તમામ બંધકોને મુક્ત કરવાની અને યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલના કાયમી સુરક્ષા નિયંત્રણની શરતો સાથે સંમત નહીં થાય, તો ગાઝાનો નાશ કરવામાં આવશે. અગાઉ, ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં જબાલિયા પર હુમલાઓ વધારી દીધા છે. સેનાએ કહ્યું હતું કે વધારાના વિસ્તારોમાં હુમલાઓ વધારવાનો હેતુ હમાસના લડવૈયાઓને ફરીથી એકઠા થતા અટકાવવાનો છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:34 એ એમ (AM)
ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો