ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 29, 2025 7:51 પી એમ(PM)

printer

ઇઝરાયલે ગાઝામાં કરેલા હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનોના મોત

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગઈકાલે રાત્રે ગાઝામાં અનેક આતંકવાદી સ્થળો અને આતંકવાદીઓ પર હુમલો કરાયો. પ્રદેશના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ હમાસ પર ગાઝામાં થયેલા હુમલામાં એક ઇઝરાયલી સૈનિકનું મોત નીપજ્યું અને બંધકોના મૃતદેહ પરત કરવાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. હમાસે કહ્યું હતું કે તેનો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી અને તે આ કરાર પ્રત્યે પ્રતિબદ્ધ છે.