ઇઝરાયલની સેનાએ ગાઝા માટે રાહત સામગ્રી લઈ જતું જહાજ અટકાવી દીધું છે. આ જહાજમાં આબોહવા પરિવર્તન ક્ષેત્રે કાર્યરત ગ્રેટા થનબર્ગ અને અન્ય લોકો સવાર હતા. ઇઝરાયલની સેના દ્વારા તમામ મુસાફરોની અટકાયત કરી જહાજને ઇઝરાયલ લઈ જવાયું હતું.
આ જહાજ દ્વારા એક સામાજિક સંસ્થાએ ખોરાક અને આવશ્યક વસ્તુઓની તીવ્ર અછતનો સામનો કરી રહેલા ગાઝામાં માનવતાવાદી સહાય મોકલી હતી. ગયા મહિને પણ આ સંસ્થાએ માલ્ટાથી ગાઝા માટે એક જહાજ મોકલ્યું હતું પરંતુ તે ડ્રોન હુમલામાં નાશ પામ્યું હતું.
Site Admin | જૂન 9, 2025 2:43 પી એમ(PM)
ઇઝરાયલની સેનાએ ગાઝા માટે કાર્યકરો અને રાહત સામગ્રી લઈ જતું જહાજ અટકાવ્યુ.
