ઇઝરાયલની સેના એ ગાઝામાં તેના હવાઈ અને જમીન અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે, 18 માર્ચથી અત્યાર સુધીમાં 430થી વધુ સ્થળોએ હુમલો કર્યો છે. તાજેતરમાં કરાયેલા હુમલા બે મહિનાના યુદ્ધવિરામનો અંત દર્શાવે છે, જેમાં સેનાએ દાવો કર્યો છે કે બધા હુમલા આતંકવાદ સંબંધિત હતા. ગાઝાના આરોગ્ય સત્તામંડળ અનુસાર સંઘર્ષ ફરી શરૂ થયો ત્યારથી આશરે 830 લોકોના મોત થયા છે. ઇઝરાયેલે સીરિયા અને લેબનોનમાં પણ હુમલા ચાલુ રાખ્યા હતા. લેબનોનમાં, ઇઝરાયેલે શનિવારે 40 થી વધુ હિઝબુલ્લાહ આતંકવાદી લક્ષ્યો પર હુમલો કર્યો. નવેમ્બરમાં અમલમાં આવેલા નાજુક યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે લેબનોનમાં ડઝનેક વધારાના હુમલા કર્યા હતા.
Site Admin | માર્ચ 27, 2025 1:58 પી એમ(PM) | ઇઝરાયલ અને ગાઝા
ઇઝરાયલની સેનાએ ગાઝામાં તેના હવાઈ અને જમીન હૂમલાને વધુ આક્રમક બનાવ્યાં